ફતેપુર ગામની સીમ વાડી વિસ્તારમાંથી ચોરી થયેલા વીજ ટ્રાન્સફોર્મરની ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી અમરેલી તાલુકા પોલીસ ટીમ

ફતેપુર ગામની સીમ વાડી વિસ્તારમાંથી ચોરી થયેલા વીજ ટ્રાન્સફોર્મરની ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી અમરેલી તાલુકા પોલીસ ટીમ

અમરેલી તાલુકાના ફતેપુર ગામના ઇશ્વરભાઇ કાનપરીયાની વાડીએથી ખેતીવાડીનુ ટ્રાન્સફોર્મર કોઇ અજાણ્યા ચોર ઇસમો દ્વારા ચોરી થયેલ જેની ફરીયાદી મુકેશભાઇ રામાભાઇ પરમાર ઉ.વ .૪૨ ધંધો નોકરી ( પી.જી.વી.સી.એલ. કચેરી અમરેલી ગ્રામ્યમા નાયબ ઇજનેર ) રહે.અમરેલી , જ્યોતીરાવનગર સોસાયટી , ચિતલ તા.જી.અમરેલીવાળાએ અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરીયાદ આપતા અમરેલી રૂરલ પો.સ્ટે . પાર્ટ A આઇ.પી.સી કલમ -૩૮૦ , ૪૪૭ મુજબનો ગુનો રજી કરવામા આવેલ .

જે અન્વયે અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી પી.બી.લક્કડ સાહેબ તેમજ સર્વેલન્સ ટીમ દ્વારા સદરહુ અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામા આવેલ , અંગત બાતમીદારો તેમજ ટેકનીકલ સોર્સ દ્રારા અજાણ્યા આરોપીઓ અંગે તપાસ કરવામા આવેલ , તેમજ કમાન્ડ કંટ્રોલના સી.સી.ટી.વી ફુટેજનો જીણવટ ભરી રીતે અભ્યાસ કરવામા આવેલ અને તપાસ દરમ્યાન આરોપીઓને પકડી પાડી યુક્તી - પ્રયુક્તિથી સઘન પુછપરછ કરતા ગુનાને અંજામ આપેલ હોવાની કબુલાત આપેલી હતી .

પકડાયેલ આરોપી

અમીતભાઇ ધીરૂભાઇ જીયાણી ઉ.વ.ર ૮ ધંધો - ટી.સી બદલવાનું રહે . બાબરા , હરીઓમ સોસાયટી તા.બાબરા જી.અમરેલી - બાવચંદભાઇ ભનુભાઇ જાદવ ઉ.વ .૨૮ , ધંધો.મજુરી રહે . બક્ષીપુર , રામજીમંદીર સામેની શેરી તા.જી.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલ : -

વીજ ટ્રાન્સફોર્મર કિ.રૂ .૩૭,૦૦૦ / - ટાટા મોટર્સ મોડલ -૪૦૭ GJ - 01 - TT - 7828 કિ.રૂ .૧,૮૦,૦૦૦ /

આ કામગીરીમાં અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી રૂરલ પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી.લક્કડ અમરેલી રૂરલ પો.સ્ટે.નાઓની પોલીસ ટીમ જોડાયેલ હતી .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી