બાબરાના ઊંટવડ ગામનો બનાવ ચોર ઈસમો ચોરી કરવા તાળું તોડી રહ્યા હતા ઓચિંતા ઘર ઘણી આવી જતા ટપારતા ઘરઘણીને મારમારી ભાગી જનાર ઈસમોને ઝડપી પાડતી પોલીસ 

બાબરાના ઊંટવડ ગામનો બનાવ ચોર ઈસમો ચોરી કરવા તાળું તોડી રહ્યા હતા ઓચિંતા ઘર ઘણી આવી જતા ટપારતા ઘરઘણીને મારમારી ભાગી જનાર ઈસમોને ઝડપી પાડતી પોલીસ

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઉંટવડ ગામે દોઢેક માસ અગાઉ રાત્રીના સમયે ઘર - ફોડ ચોરી કરવાના ઇરાદે આવેલ અજાણ્યા શખ્સોએ ફરિયાદી ઉપર હુમલો કરી નાસી ગયેલ જે અજાણ્યા શખ્સોને પકડી પાડી અનડીટેક્ટ ગુન્હાનો ભેદ ઉકેલી ડીટેક્ટ કરતી બાબરા પોલીસ ટીમ.

ગુન્હાની વિગત : -

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ઉંટવડ ગામે રહેતા ફરીયાદી મનસુખભાઇ શંભુભાઇ ભાયાણી ઉ.વ .૫૫ ધંધો.ખેતી રહે.ઉંટવડ તા.બાબરા જિ.અમરેલી વાળા તા .૧૬ / ૧૨ / ૨૦૨૨ ના રાત્રીના આશરે એક વાગ્યાના અરસામાં વાડીએથી પોતાના ઘરે આવતા પોતાના મકાનની ડેલી આગળ ત્રણ અજાણ્યા ઇસમો ડેલીનું તાળુ તોડતા હોય , જેથી આ ફરિ.એ તેઓને બોલો ભાઇ બોલો તેમ કહી ટપારતા આ ત્રણેય ઇસમો એકદમ કાઇ પણ બોલ્યા વગર ફરિ . ઓળખે તે પહેલા એક ઇસમે લોખંડના પાઇપ વતી ફરિ.ના જમણા હાથે મારેલ અને સાથેના બે માણસોએ પકડવા પ્રયત્ન કરતા ઝપા - ઝપી થતા તે લોખંડના પાઇપ વતી , ફરિ , ને ઉપરા ઉપરી ( આડેધડ ) ત્રણ ચાર ઘા માથાના ભાગે મારી ગંભીર ઇજા કરી આ ત્રણેય અજાણ્યા આદિવાસી જેવા મજુર ઇસમો નાસી ગયેલ . જે અંગે મનસુખભાઇ શંભુભાઇ ભાયાણી રહે.ઉંટવડ વાળાએ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરિયાદ આપતાં બાબરા પો.સ્ટે . ગુ.ર.નં , એ .૧૧૧૯૩૦૦૮૨૨૦૯૩૮ / ૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૨૫,૩૨૩,૩૮૨ , ૪૫૪,૪૫૭,૫૧૧,૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુનો રજી કરવામાં આવેલ

સર્વેલન્સ ટીમ દ્વારા સદરહુ ગુન્હાના અજાણ્યા આરોપીઓ અંગે સઘન તપાસ કરવામાં આવેલ , શકદારોને ચેક કરવામાં આવેલ તેમજ ગુન્હા વાળી જગ્યાની આજુબાજુમાં રહેતા રહીશો તથા ભોગ બનનાર / ફરિયાદીના સગા સબંધીઓની પુછપરછ કરી , આ ગુનો બનવા પાછળના કારણ અંગે તપાસ કરવામાં આવેલ અંગત બાતમીદારો અને ટેકનીકલ સોર્સ દ્વારા અજાણ્યા આરોપીઓ અંગે તપાસ કરવામાં આવેલ . આરોપીઓ ગુનાને અંજામ આપી . નાસી જતી વખતે આરોપીઓ જે રસ્તાઓનો ઉપયોગ કરી શકે તેવા સંભવિત તમામ રસ્તાઓ પરના સી.સી.ટી.વી , ફુટેજનો જીણવટ ભરી રીતે અભ્યાસ કરવામાં આવેલ આ ગુનો બનેલ તે વિસ્તારની તથા આજુ - બાજુના વિસ્તારની તમામ વાડીઓએ કામ કરતા મજુરોની પુછપરછ કરવામાં આવેલ અને બનાવના સમયે તેઓની હાજરી ક્યાં હતી તે અંગે તપાસ કરવામાં આવેલ તપાસ દરમ્યાન સર્વેલન્સ ટીમે ટેકનીકલ સર્વેલન્સથી શકમંદ ઇસમોની ઉંટવડ તેમજ વાવડા ગામની સીમ વિસ્તારની વાડીઓમાં રહી ખેત મજુરી કામ કરતા ઇસમોની યુક્તી - પ્રયુક્તિથી સઘન પુછપરછ કરતા કરતાં તેઓએ આ ગુનાને અંજામ આપેલ હોવાની ચોંકાવનારી કબુલાત આપેલ હતી .

ગુનામાં પકડાયેલ આરોપીઓની વિગત -

( ૧ ) રવી સન / ઓફ રડુસિંગ ભાગડાસિંગ મેહડા ઉ.વ .૨૦ ધંધો ? મજુરી રહે ખનીઆંબા ગામ તા.કુકસી,જિ.ધાર,( MP) હાલ રહે.ઉટવડ, ઘોહાભાઇ વાલજીભાઇ જનની વાડીયે તા.બાબરા, જિ.અમરેલી,

( ર ) હિન્દુ સનાઓફ નગરસિંગ હિરાસિંગ મહેડા ઉ.વ .૨૭,ધંધો ? મજુરી રહે તરસીંગા ગામ,તા. કુકસી, જિ.ઘાર, ( MP ) હાલ રહે.ઉટવડ, જયસુખભાઇ રવજીભાઇ ખુંટની વાડીયે તા . બાબરા, જિ.અમરેલી,

( ૩ ) ગોલુ સનાઓફ જોગડીયા તેરસીંગ અનારે ઉ.વ .૨૧, ધંધો. ? મજુરી, રહે. તરસીંગાગામ,તા. કુકસી, જિ.ધાર, ( MP ) હાલ રહે.વાવડા, ભાવેશભાઇ ઉર્ફે ઘનશ્યામભાઇ વિઠ્ઠલભાઇ ભાયાણાની વાડીયે તા.બાબરા જિ.અમરેલી

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી