પીપાવાવ પોર્ટ રીલાયન્સ નેવલ એન્ડ એન્જીન્યરીંગ લીમીટેડ કંપનીની રીંગ માંથી કેબલ ચોરી કરનાર ઈસમોને ચોરી કરેલ મુદામાલ સાથે ૩ ને ઝડપી પાડ્યા

પીપાવાવ પોર્ટ રીલાયન્સ નેવલ એન્ડ એન્જીન્યરીંગ લીમીટેડ કંપનીની રીંગ માંથી કેબલ ચોરી કરનાર ઈસમોને ચોરી કરેલ મુદામાલ સાથે ૩ ને ઝડપી પાડ્યા

પીપાવાવ પોર્ટ રીલાયન્સનેવલ એન્ડ એન્જીન્યરીંગ લીમીટેડ કંપનીની રીંગ માંથી કેબલ ચોરી કરનાર ઈસમોને ચોરી કરેલ મુદામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડી ચોરીનો ગુન્હો ડીટેકટ કરતી પીપાવાવ મરીન પોલીસ

ગુન્હાની વિગતઃ

ગઇ તા -૨૭ / ૦૧ / ૨૦૨૩ ના કલાક ૧૭/૩૦ વાગ્યા થી તા .૩૦ / ૦૧ / ૨૦૨૩ ના કલાક ૯ / ૩૦ વાગ્યા દરમ્યાન રીલાયન્સ નેવલ એન્જીન્યરીંગ લીમીટેડ કંપનીની ખુલ્લી જગ્યામાં પડેલ રીંગમાંથી કેબલ ૨૪૦ એમ. એમ. સ્કવેરનો આશરે ૨૫ મીટરની કિ.રૂ. ૫૦,૦૦૦ / - તથા ૯૫ એમ.એમ.સ્કવેરનો કેબલ આશરે ૨૪ મીટર કિ.રૂ .૧૮,૦૦૦ / - મળી કુલ કિં.રૂ. ૬૮,૦૦૦ / - ના કેબલ વાયરની કોઇ અજાણ્યા ચોર ઇસમએ ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય ,

જે અંગે મીલનકુમાર ધીરજલાલ ત્રીવેદી ઉ.વ.૩૫, ધંધો નોકરી, રહે.મહુવા,૩૧ - બી શ્રી શ્યામ સોસાયટી મહુવા તા.મહુવા જી અમરેલી વાળાએ ફરિયાદ આપતા , પીપાવાવ મરીન પોર્સ્ટ પાર્ટ એ ગુનો -૧૧૧ : ૩૦૪૫૨૩૦૫/૨૦૨૩ ઇપીકો કલમ - ૩૭૯,૪૪૭ મુજબનો ગુન્હો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ નોંધાયેલ

પીપાવાવ મરીન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ ડી.બી મજીઠીયા તથા પીપાવાવ મરીન પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા ચોક્કસ બાતમી આધારે પીપાવાવ ફોર-વે ચોકડી પાસેથી એક શંકાસ્પદ ફોરવ્હીલર કારમાં ચોરીમાં ગયેલ કેબલ વાયર સાથે ત્રણ ઇસમોને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે ,

પકડાયેલ આરોપીઓ

(૧) સંકેતભાઇ મહેશભાઇ કાણકીયા ઉ.વ.૩૩,ધંધો વાસણની દુકાન રહે. મહુવા, તા.મહુવા,જી.ભાવનગર,

( ૨ ) ભોળાભાઇ ઉનડભાઇ વાધ ઉં.વ .૨૩ ધંધો.પ્રા.નોકરી,રહે.સમપરા - ર, તા.રાજુલા, જી.અમરેલી,

( ૩ ) જગદીશભાઇ હરસુરભાઇ રામ ઉ .વ.૨૩,ધંધો - પ્રા.નોકરી રહે .ભેરાઇ તા. રાજુલા,જી.અમરેલી,

મળી આવેલ મુદામાલ

(૧) લાલ, પીળા, વાદળી, તથા કાળા કલરના રબરના પડ વાળો કાપેલ કટકા કે તાંબાનો કેબલ ૨૪૦ એમ.એમ.સ્કવેરનો આશરે ૨૫ મીટર જેટલો જેની કિ.રૂ ૫૦.૦૦૦ / - તેમજ લાલ પીળા વાદળી કાળા કલરની આટી વાળો પાતળા રબરના પડ વાળો કેબલ ૯૫ એમ એમ સ્કવેરની આશરે ૨૪ મીટર જેની કિ.રૂ .૧૮,૦૦૦ / - મળી કુલ કિ.રૂ .૬૮,૦૦૦ , નો વાયર,

( ૨ ) એક મહેન્દ્ર કંપનીની સફેદ કલરની આરમોડા ફોરવ્હીલ જેના રજી નં.GJ 04 2055 જેના ચેસીજ નંબર . 143 તેમજ એન્જીન નં 28149 જેની કીં.૨૦૦૦૦ /

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિંમકરસિંહ નાઓની સુચના તથા સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ પીપાવાવ મરીન પોસ્ટે ના પો.સબ.ઇન્સ ડી.બી.મજીઠીયા તથા એ.એસ.આઇ. હિંમતભાઇ રાઠોડ તથા હેડ કોન્સ . પ્રવિણભાઇ બારીયા તથા પો.કોન્સ અજયભાઇ વાઘેલા તથા ભરતભાઇ પરમાર તથા રામભાઈ મેપાળ વિગેરે પોલીસ સ્ટાફ દ્વરા કરવામાં આવેલ છે

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.