ગેરકાયદેસર વ્યાજખોરીના ગુન્હાના આરોપીઓની ધરપકડ કરતી સાવરકુંડલા રૂરલ પોલીસ

વ્યાજખોરોના ભોગ બનેલ ઇસમોની ફરીયાદ આધારે દાખલ થયેલ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે એ પાર્ટ ટૂર્ન ૧૧૧૯૩૦૫૩૨૩૦૦૬૧૯૨૦૨૩ ઇપીકો ક ૧૨૦ ( બી ) , ૩૪ , ૩૮૪ , ૫૦૬ ( ૨ ) તથા ગુજરાત નાણા ધીરધાર અધિનીયમ ૨૦૧૧ ની ૩ ૪૦,૪૨ ( ( ડી ) મુજબનાગુન્હાનાકામેના આરોપીઓની ધરપકડ કરી હોરણસરની કાર્યવાહી કરેલ છે .

ગુન્હાની ટૂંક વિગત

આ કામના ફરીયાદીએ આરોપીઓ પાસેથી અલગ અલગ ટકાના દરે વ્યાજે રૂ . ૬,૦૦,૦૦૦ / - લીધેલા જે નાણા ના રૂ . ૯,૭૦,૦૦૦ / - ચૂકવી દીધેલ હોવા છતા.આ કામના આરોપીઓએ કાવતરૂ રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ફરીયાદી પાસે વધુ વ્યાજની રકમ મેળવવા વ્યાજ સહિત રૂ . ૩૭,૦૦,૦૦૦ / - ની રકમની ઉઘરાણી કરી બળજબરીથી ફરીયાદીની જ્મીનનો બાનાખત કરાવી નાણા કઢાવવા માટે ધાક ધમકીઓ આપી ગુન્હો કરેલ છે .

પકડાયેલ આરોપીઓ

(૧) દાનુભાઈ માણસુરભાઇ જાજડા ઉં. વ.૪૪, ધંધો.ખેતી, રહે. મઢડા,તા - સાવરકુંડલા, જી.અમરેલી,

( ૨ ) દાનુભાઈ ભાભલુભાઇ બુધેલા ઉં. વ. ૩૮, ધંધો.ખેતી, રહે . મઢડા, તા - સાવરકુંડલા, જી. અમરેલી,

( ૩ ) હરેશભાઈ મધુભાઈ નાકરાણી ઉં. વ.૪૫, ધંધો. ખેતી, રહે. દાધિયા , તા. સાવરકુંડલા, જી. અમરેલી,