રાજકોટમાં રહેતા રાજુલાના શખસ ભરત મેરામભાઈ બોરિચાએ આંગડિયા પેઢી મારફત જાલીનોટો ઘૂસાડી

સમગ્ર મામલામાં એ ડિવિઝન પોલીસે ભરતને જાલી નોટો પહોંચતી કરનાર મહારાષ્ટ્રના પુણેમાં કટલેરીનો વેપાર કરતા કમલેશ શિવનદાસ જેઠવાણીની પણ ધરપકડ કરી છે . તેની પાસેથી રૂપિયા ૧,૨૭,૫૦૦/-ની કિંમત ૫૦૦/- ના દરની ૨૪૧૫/- નકલી નોટ કબ્જે કરી છે .

પોલીસે કમલેશના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે .

જ્યારે ભરતના ઘરેથી તપાસ દરમિયાન ૨૦૦૦ , ૫૦૦ , ૨૦૦,૧૦૦ના દરની વધુ ૫૧૩ નકલી નોટો કબ્જે કરી છે .

આ નકલી નોટો કમલેશે જ ભરતને આપી હતી . બે આંગડિયા પેઢીમાં નકલી નોટ ઘૂસાડી હતી,

રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસે બે આંગડિયા પેઢીમાં જાલીનોટ જમા કરાવનાર મુખ્ય આરોપી ભરત બોરીચા સહિત ૫ આરોપીઓની ધરપકડ કર્યા બાદ આજે ભરતને જાલીનોટ આપનાર આરોપી કમલેશ શિવનદાસ જેઠવાણીની ધરપકડ કરી છે .

પોલીસે આરોપી કમલેશ પાસેથી ૧,૨૭,૫૦૦/-કિંમતની ૫૦૦/-ના દરની ૨૪૧૫ નકલી નોટો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે .

. કમલેશ ૪૫% ટકાની અસલી નોટ સામે નકલી નોટ આપતો પુણેમાં ચોકલેટ , બિસ્કીટ , કટલેરીના વેપારનું કામ ધરાવતા કમલેશે નકલી નોટો હૈદરાબાદથી મગાવી હતી અને ભરતને ૪૫% ટકાના અસલી નોટોના દરે નકલી નોટો આપી હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી .

કમલેશ પાસે વધુ લાખની નકલી નોટોનો જથ્થો હોવાની પોલીસને પૂરી આશંકા છે . ત્યારે આ સમગ્ર મામલે મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા આરોપી કમલેશના રિમાન્ડ મેળવવામાં આવશે .

ભરત બોરીચા ના રાજકોટ સ્થિત ઘરેથી વધુ ૫૧૩ નકલી નોટો મળી આવી.

રિમાન્ડ પર રહેલા મુખ્ય આરોપી રાજુલા ખાતે લોખંડ સિમેન્ટના સ્ટીલ નો બિઝનેસ દુકાન તેમજ રાજુલા સાવરકુંડલા રોડ પર ઠંડા પીણા ની ફેક્ટરી ધરાવતા ભરત બોરીચાની પૂછપરછ કરતા તેમની પાસે વધુ નકલી નોટો હોવાનું જણાવતા તે જથ્થો તેમના ઘરે રાજુલા રાખ્યો હોવાનું સામે આવતા આરોપીને સાથે રાખી પોલીસે રાજુલા તેના ઘરેથી ૨૦૦૦/-ના દરની ૧ , ૫૦૦ ના દરની ૧૪૩ , ૨૦૦ ના દરની ૯૯ અને ૧૦૦ ના દરની ૨૭૨ મળી કુલ ૧,૨૦,૫૦૦/- કિંમતની ૫૧૩ નકલી નોટ કબ્જે કરવામાં આવી છે .

૧૩ જાન્યુઆરીએ રાજકોટ ખાતે પોલીસ ફરિયાદ નોંધાયા મુજબ રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલી એક્સિસ બેંક બ્રાંચના ઓપરેશનલ હેડ તુષારભાઇ સુરેશભાઇ રાવલે ૧૩ જાન્યુઆરીના રોજ ફરિયાદમાં જણાવ્યું હતું કે

, બેંકના ખાતેદાર સંદીપકુમાર કાંતીલાલ સાપરિયા રૂપિયા જમા કરાવવા આવ્યા હતા . તેઓએ ૫૦૦ ના દરની કુલ ૩૧ જાલી નોટો જમા કરાવી હતી . જેથી મેનેજરે આર,બી,આઇ,ના નિયમ મુજબ કાર્યવાહી કરી ફરિયાદ નોંધાવી હતી.

જેમાં તેને આંગડિયા પેઢીમાંથી રૂપિયા મેળવ્યાનું ખુલતા પોલીસે આંગડીયા પેઢીમાં પૂછપરછ અને તપાસ હાથ ધરી હતી .

આંગડિયા પેઢીની તપાસમાં રાજકોટની પી.એમ. આંગડિયા પેઢીમાં ભરત બોરીચાએ જાલીનોટ જમા કરાવ્યાનું સામે આવ્યું હતું .

જે બાદ ભરત બોરીચાની ધરપકડ કરી પૂછપરછ કરતા તેની સાથે સંડોવાયેલા આરોપી તેજસ ઉર્ફે ગોપાલ જસાણી , વિમલ થડેશ્વર , ગુરપ્રિતસીંગ કારવાણી અને મયુર થડેશ્વર સહિત ૫ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી .

જે પાંચેય આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા .

રાજુલાના કહેવાતા મોટા ગજાના ચાલાક અને ઠગ વેપારીએ કેટલાક સાધુ સંતો મહન્તો ના અને મોટા મોટા ગજાના કંઈક ઈજ્જતદાર લોકોના પણ કરોડો રૂપિયા હાથ ઉછીના લઇ પરત નહીં આપી કેટલાય સાધુ સંતોના દીવાળા ફૂંકી ધોતીયા ઢીલા કરી મુક્યા છે, પૈસા પરત નહી દેવા માટે હવે એરિયા બદલતા રાજકોટ મુકામે રહેવા ગયેલ હોય કાળા કરતુતનો પડદા ફાસ થયો હતો