વ્યાજ વટાવના ધન્ધામાં મુળ રકમ કરતા વધુ રકમ પડાવી અવારનવાર ઉઘરાણી કરતા બગસરાના પ્રકાશભાઇ વાળા ઝડપાયા

ગે.કા વ્યાજે પૈસા આપી બળજબરી પૂર્વક મુળ રકમ કરતા વધુ રકમ મેળવી તેમ છતા અવારનવાર ઉઘરાણી કરતા એક ઇસમ વિરૂધ્ધ ફરીયાદ નોંધાતા આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી બગસરા પોલીસ ટીમ.

ગુન્હાની ટુંક હકીકત ?

આ કામની હકીકત એવી છે કે આ કામના આરોપી પ્રકાશભાઇ ભીખુભાઇ વાળા રહે.બગસરા, વિવેકાનંદ સોસાયટી તા.બગસરા, જી.અમરેલી, વાળા પાસેથી આ કામના કરીએ વ્યાજે લીધેલ કુલ રૂ ,૪૦,૦૦૦ / - ના વ્યાજ સહિત આશરે રૂ .૨૨૦૦૦૦ / - પેનલ્ટી સાથે આપેલ હોવા છતા હજુ ફરી પાસે વ્યાજે આપેલ મુળ રકમ રૂ .૪૦૦૦૦ / -ની માંગણી કરી ફરી પાસેથી બળજબરીપૂર્વક વ્યાજ ની રકમ કઢાવી હોય, અને ફરી પાસેથી ફરીના દેના બેન્ક ના એકાઉન્ટ ના ફરીના સહી વાળા કોરા ચેકનુ રૂ ૧૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર લખાણ બળજબરીથી કરાવી લઇ અને કોરા ચેકો ફરીની સહી વાળા લઇ બેન્કમાંથી બાઉન્સ કરાવવાની ધમકી આપી ફરીને તથા તેના પરીવાર ના સભ્યોને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે .

અમરેલી હેડ કવાટર ખાતે વ્યાજખોરો ખાતેથી પીડિત નાગરિકો માટે લોકદરબારનું આયોજન કરવામાં આવેલ હોય,જેમા વિપુલભાઇ ડાયાભાઇ કરજાણીયા ઉં.વ .૪૦, ધંધો - કડીયાકામ રહે.બગસરા અમરાપરા તા.બગસરા જી.અમરેલી મો.ન. ૯૯૭૯૬ ૨૨૫૬૯ વાળાઓ વવ્યાજખોરીથી પીડિત હોય જેથી તેઓએ પોલીસ અધિક્ષક અમરેલીનાઓને અરજી કરેલ હોય જે અનુસંધાને બગસરા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં -૧૧૧૯૩૦૦૯૨૩૦૦૦૯ / ૨૦૨૩ ઇપીકો કલમ ૩૮૪ , ૫૦૪,૫૦૬ ( ૨ ) તથા ગુજરાત નાણા ધિરનાર અધિનયમ ૨૦૧૧ ની કલમ ૪૦ , ૪૨ ( એ ) , ( ડી ) , ( ઇ ) મુજબનો ગુન્ટો તા -૧૯ / ૦૧ / ૨૦૨૩ ના કલાક- ૦૦/૩૦ વાગ્યે રજી.થયેલ હોય .
તે અન્વયે પોલીસ ઇન્સ. ડી .વી પ્રસાદ તથા બગસરા પોલીસ સ્ટાફ દ્વારા સઘન તપાસ હાથ ધરી આ કામના આરોપીને પકડી પાડેલ છે .

પકડાયેલ આરોપીની વિગત -

પ્રકાશભાઇ ભીખુભાઇ વાળા ઉ.વ .૩૭ ધંધો - ખેતી રહે.બગસરા વિવેકાનંદ સોસાયટી તા.બગસરા જી.અમરેલી .

આમ બગસરા પોલીસ સ્ટેશન -- ત આ કામગીરીમા બગસરા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી ડી.વી.પ્રસાદ સા.તથા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે .
રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી