લાખો રૂપિયાની છેતરપિંડી કરી આરોપી ફરાર

કોરોના વાઇરસ વૈશ્વિક મહામારી જાહેર થઇ ચુકી છે આમ છતાં અમુક નાગરિકો ગંભીરતા દાખવતા નહી હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, વિદેશથી પરત આવેલા નાગરિકોને ફરજીયાત ૧૪ દિવસ કવોરન્ટાઇન રહેવાનું હોય છે અને જો તેનું પાલન ન કરે તો ફોજદારી ગુનો નોંધાય છે. રાજકોટમાં પણ એવો જ એક કિસ્સો સામે આવ્યો, શહેરના મવડી વિસ્તારમાં વિનાયકનગરમાં રહેતો યુવાન બેંગકોકથી આવ્યો હોઇ તેને કવોરન્ટાઇન કરાયો હોવા છતાં તે પાન માવો ખાવા ઘરે થી નીકળી જતાં તેની સામે પોલીસે ધી એપેડેમિક ડિસીઝ એકટ હેઠળ તથા બીજી કલમો હેઠળ ગુનો નોંધી તેને ઘરેથી જામનગર રોડ પથીકાશ્રમમાં કવોરન્ટાઇનમાં મુકી દીધો છે.

સમગ્ર મામલે માલવીયાનગર પોલીસે મવડી આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડો.સમર્થ સવલાણીની ફરિયાદ પરથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના મવડી રોડ વિનાયકનગર-૧૦માં રહેતાં મહેન્દ્ર આયલાણી સામે આઇપીસી 269, 270, 271, 188, ધી એપેડેમિક ડિસીઝ એકટ 1879ની કલમ 3 મુજબ આરોપી મહેન્દ્ર આયલાણી બેંગકોકથી પોતાના ઘરે પરત આવેલ હોઇ જેથી તેને હાલના કોરોનાની મહામારી સંદર્ભે તેના ઘરમાં જ ૧૪ દિવસ માટે કવોરન્ટાઇન કરેલ હોઇ અને પોતાના તરફથી કોરોના વાયરસનો ફેલાવો થશે તેવી સંભાવનાની તેને જાણ હોવા છતાં તેણે ઘરની બહાર નીકળી જઇ ગુનો આચર્યો હતો.

ડો. સમર્થ સવલાણીએ એફઆઇઆરમાં લખાવ્યું છે કે કોરાના વાયરસની વૈશ્વિક સમસ્યા અનુસંધાને ગુજરાત સરકારના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા 13/3/2020ના રોજ ધી એપેડેમીક ડિસીઝ 1997ની જોગવાઇ અંતર્ગત કોરનાગ્રસ્ત બિમારીમાં સપડાયેલા હોય તેમજ વિદેશથી આવેલા તમામ નાગરિકોને હોમ કોરોન્ટાઇનનું પાલન કરવાનું હોય છે. આવા તમામ નાગરિકો તેનું સચોટ પાલન કરે છે કે કેમ તે ચેક કરવાનું અને સુપરવિઝનનું કામ રાજકોટ મ્યુ. કોર્પોરેશનમાં મવડી વિસ્તારમાં સોંપાયુ છે.

જો કોઇ નાગરિક જાહેરનામાનું પાલન ન કરે તો તેના વિરૂધ્ધ અમારે ફરિયાદ નોંધાવવાની હોય છે. ગત 19/3ના રોજ એક વ્યકિત મહેન્દ્ર અયલાણી કે જે વિનાયકનગર-૧૦માં રહે છે તે બેંગકોકથી પોતાના ઘરે આવ્યો હોઇ તેને વૈશ્વિક બિમારી કોરોના થવાની સંભાવના હોઇ તેના કારણે બીજા નાગરિકોમાં પણ બિમારી ફેલાવાનો ભય હોઇ તેનું સ્ક્રીનીંગ કરાવી તેના ઘરમાં જ 14 દિવસ માટે કવોરન્ટાઇનમાં રહેવા જણાવાયું હતું.