સિદ્ધપુર વિધાનસભામાં ‘સરદાર 150 યુનિટી માર્ચ’ અંતર્ગત જિલ્લા સ્તરની ભવ્ય પદયાત્રા યોજાઈ*

*સિદ્ધપુર વિધાનસભામાં ?સરદાર@150 યુનિટી માર્ચ? અંતર્ગત જિલ્લા સ્તરની ભવ્ય પદયાત્રા યોજાઈ*

*ગોકુળ ગ્લોબલ યુનિવર્સિટીમાં માલ્યાર્પણ સાથે પૂર્ણ થયેલી પદયાત્રામાં યુવાનો દ્વારા એકતા અને રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ*

*?સરદાર પટેલની 150મી જન્મજયંતિએ એકતા અને અખંડિતતાનો સંદેશ? પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને સિદ્ધપુર ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત?*

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે પાટણ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજ રોજ સિદ્ધપુર ખાતે યોજાયો હતો, જેમાં ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન 'સરદાર@૧૫૦ યુનિટી માર્ચ' ને જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને સિદ્ધપુર ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂત અને અન્ય મહાનુભાવોના દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

સિદ્ધપુરથી પ્રારંભ પદયાત્રા ગાગલાસણ ગામ થઈને ગોકુળ ગ્લોબલ યુનિવર્સીટી પહોંચી હતી. ગોકુળ ગ્લોબલ યુનિવર્સીટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ સાથે પદયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં એકતા શપથ તેમજ નશામુક્તના શપથ લેવડાવવામાં આવ્યા હતા. દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્ર ભાવનાને વધુ મજબૂત બનાવવાનો પદયાત્રીઓએ સંકલ્પ કર્યો હતો.

આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી અને સિદ્ધપુર ધારાસભ્યશ્રી બલવંતસિંહ રાજપૂતે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે, સરદાર@૧૫૦ યુનિટી માર્ચ' માં જોડાવા બદલ હાર્દિક અભિનંદન આપી જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાથી અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરદાર સાહેબના વિચારોથી પ્રેરિત એકતા, અખંડિતતા અને ભાઈચારા નો સંદેશ સમગ્ર દેશમાં પ્રસર્યો છે. શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે સત્યાગ્રહના મજબૂત હથિયારથી અંગ્રેજોને પડકાર આપ્યો હતો. દેશને આઝાદી મળ્યા બાદ પણ ભારતના ટુકડા ન થાય અને રાષ્ટ્ર એક અખંડ શક્તિ તરીકે ઉભું રહે, એ માટે તેમણે અદ્વિતીય ભૂમિકા ભજવી હતી. હવે આપણે બધા ભેગા થઈને સરદાર સાહેબના વિચાર, મૂલ્યો અને સંદેશને અપનાવીને દેશને વધુ મજબૂત, એકતાબદ્ધ અને સમૃદ્ધ બનાવીએ.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી હેતલબેન ઠાકોર, જિલ્લા કલેકટર શ્રી તુષાર ભટ્ટ, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ શ્રી અનિતાબેન પટેલ, સંગઠનના હોદ્દેદારો શ્રી રમેશભાઈ સિંધવ, શ્રી દશરથજી ઠાકોર, નંદાજી ઠાકોર, શ્રી શંભુભાઈ દેસાઈ, શ્રી જશુભાઈ,એપીએમસીના ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ ઉપરાંત બહોળી સંખ્યામાં વડીલો, યુવાનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા