કોરોનાનો કહેર:બોટાદ જિલ્લામાં પ્રથમવાર એક સાથે 47 કેસ પોઝિટિવ આવતા હાહાકાર

******રવિવારે 765 લોકોના સેમ્પલ લેવાયા હતા જેમાંથી 47 જણા સંક્રમિત જણાયા, 5 દર્દી સાજા થતાં રજા અપાઇ, જિલ્લામાં કુલ 231 એક્ટિવ કેસ

****બોટાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક સાથે 47 કેસ કોરોના પોઝીટીવ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. જિલ્લામાં રવિવારના રોજ 765 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાંથી 47 લોકોના રીપોર્ટ કોરોના પોઝીટીવ આવ્યા હતા. જ્યારે વધુ 5 લોકો કોરોના સારવાર બાદ સાજા થતા તેઓને રજા અપાઇ છે. હાલમાં જિલ્લા કુલ 231 દર્દીઓ કોરોના સારવાર હેઠળ છે.

****બોટાદ જિલ્લા દિન પ્રતિદિન કોરોના પોઝીટીવ કેસમા સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જેના લીધે લોકો સ્વયંભુ કામ વગર ઘરની બહાર નિકળવાનુ ટાળી રહ્યા છે છેલ્લા 24 કલાક 47 કેસ કોરોના પોઝીટીવ નોંધાયા છે જેમા ગઢડા તાલુકાના નાનાઝીન્ઝાવદર ગામે 51 વર્ષના પુરૂષને, નિંગાળા ગામે 56 વર્ષના પુરૂષને. બરવાળા તાલુકાના પોલારપુર ગામે 50 વર્ષના પુરૂષને, તરઘરા 65, વર્ષના પુરૂષને, તુરખા 52 વર્ષની સ્ત્રીને, કાનીયાડ, 62 વર્ષના પુરૂષને, સરવા ગામે 50 વર્ષના પુરૂષને, રતનવાવ ગામે 50 વર્ષના પુરૂષને, પાળીયાદ 65 વર્ષની સ્ત્રીને અને 65 અને 52 વર્ષના, તાજપર ગામે 50 વર્ષના પુરૂષને, ગઢડા તાલુકાના મોટાઝીન્ઝાવદર ગામે 65 વર્ષના પુરૂષને પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.

****સંગાવદર ગામે 55 વર્ષના પુરૂષને, બોટાદ શહેરમા સીવાલીયા 55 વર્ષના પુરૂષને, 53 વર્ષ પુરૂષ વિવેકાનંદ નગર, 60 વર્ષ પુરૂષ બ્રાહ્મણ સોસાયટી,60 વર્ષ પુરૂષ નર્મદાનગર, 66 વર્ષ સ્ત્રી અને 68 વર્ષ પુરૂષ મોરારીનગર, 59 વર્ષ પુરૂષ આનંદધામ સોસાયટી, 70 વર્ષ સ્ત્રી સમઢિયાળા-૦૨ તા.બોટાદ, 75 વર્ષની સ્ત્રી અક્ષરપાર્ક બોટાદ શહેરમા, 37, 61 વર્ષના પુરૂષ અને 37 વર્ષ સ્ત્રી) ઢસા, તા.ગઢડા, 30 વર્ષ પુરૂષ વેજલકા તા.રાણપુર, 30 વર્ષ પુરૂષ નાગનેશ તા.રાણપુર, 55 વર્ષ સ્ત્રી અડતાળા, તા.ગઢડા, 30 વર્ષ પુરૂષ મીરાપાર્ક બોટાદ શહેર, 47 વર્ષ પુરૂષ કાદરશેઠની વાડી, બોટાદ શહેર, 28 વર્ષ પુરૂષ મંગલમ હોસ્પિટલ, બોટાદ શહેર, 32 વર્ષ પુરૂષ ગોકુળનગર, બોટાદ શહેર અને 54 વર્ષ પુરૂષ મોટીવાડી બોટાદ શહેરમા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા તમામ દર્દીઓને સારવાર માટે કોવીડ હોસ્પિટલમા ખસેડવામા આવ્યા છે. એકતરફ રાજ્યમાં પણ દિવસે ને દિવસે કોરોના રોકેટગતિએ આગળ વધી રહ્યો છે. રવિવારે 10 હજારથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. બોટાદમાં પણ સ્થિતિ વણસી રહી હોવાથી નાગરિકોએ જાતે જ જાગૃત થવાની જરૂર છે. હવે સ્થિતિ કાબૂ બહાર જઇ રહી હોવાથી લોકોમાં ફફટાડ ફેલાયો છે.

� � �

અહેવાલ : સરસાવા આનંદ�

ગુજરાત બ્યુરો ચીફ�

CITIUPDATE NEWS GUJARAT