10 માર્ચની અમદાવાદ–ગોરખપુર એક્સપ્રેસ ભટની સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે

ઉત્તર પૂર્વ રેલવેના ગોરખપુર કેન્ટ?ભટની સેક્શનમાં દેવરિયા સદર અને નૂનખાર સ્ટેશનો વચ્ચે ઓટોમેટિક સિગ્નલિંગ કમિશનિંગના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ?ગોરખપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે. તેની વિગત નીચે મુજબ છે:

આંશિક રીતે રદ ટ્રેનો

10 માર્ચ 2026ની ટ્રેન નંબર 19489 અમદાવાદ?ગોરખપુર એક્સપ્રેસ ભટની સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને ભટની?ગોરખપુર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

11 માર્ચ 2026ની ટ્રેન નંબર 19490 ગોરખપુર?અમદાવાદ એક્સપ્રેસ ભટની સ્ટેશનથી ઓરિજિનેટ થશે અને ગોરખપુર?ભટની વચ્ચે આંશિક રીતે રદ રહેશે.