લગ્નવાંચ્છક યુવાનોને ટાર્ગેટ કરી છેતર પિંડી કરી નાણાં પડાવતા ઠગ ટોળકીના થોરડી ગામના મિસ્ત્રી કિશોર મકવાણા સહિત ૪ને પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ

લગ્નવાચ્છક વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી તેમની સાથે લગ્નના નામે છેતરપીંડી તથા વિશ્વાસઘાત કરી નાણા પડાવી ઠગાઇ કરતી ટોળકીને પકડી પાડતી સાવરકુંડલા રૂરલ પોલીસ

ગુનાાની ટૂંક વિગત

આ કામના આરોપીઓએ કાવતરૂ રચી પોતાના આર્થિક ફાયદા માટે, સમાન ઈરાદો પાર પાડવા, ફરીયાદીને લગ્નની લાલચ આપી. અને સેજલ નામની છોકરી બતાવેલ, જે ખરેખર મુસ્કાન શેખ હોય, એ રીતે આરોપીઓએ પોતાના સેજલ, ગીતા અને કાજલ જેવા ખોટા નામો ધારણ કરી, ફરીયાદી સાથે લગ્ન/ ફૂલહાર કરાવી અને લગ્ન પેટે ૧,૯૦,૦૦૦/-ની રકમ બદદાનત થી મેળવી લઇ લગ્ન અંગે છેતરપીંડી કરી, ઠગાઈ કરી ફરિયાદીએ આરોપીઓને આપેલ નાણા પરત મેળવવા તેઓને અવાર નવાર કહેતા તેઓએ ફરિયાદીને અવાર નવાર વિશ્વાસ આપી નાણા પરત નહી આપી , ઓળવી જઈ વિશ્વાસઘાત/છેતરપીંડી કરી ગુનો કરેલ છે

પકડાયેલ આરોપીઓ

( ૧ ) કીશોરભાઈ મગનભાઈ મકવાણામીસ્ત્રી)ઉં. વ.૪૫, ધંધો.

સાડીમા ડાયમન્ડ ટાંકવાનો,રહે.

થોરડી, તા.સાવરકુંડલા, જી,

અમરેલી.

( ૨ ) તાહેરા,ઉર્ફે મુસ્કાન, ઉર્ફે કાજલ,

વા/ઓ સઈદ અમજદ મલિક

ઉં. વ.૩૪, ધંધો સાડીમા ડાયમંડ

ટાંકવાનો, રહે . મુળ

નશીરાબાદ, જીલ્લો.જલગાવ,

રાજ્ય.મહારાષ્ટ્ર, હાલ.સુરત,

લીંબાયત, મારૂતિ નગર . રીક્ષાના ગેરેજ ઉપર,

(૩) મુસ્કાન, ઉર્ફે સેજલ,વા /ઓ

ઇકબાલ ઈસ્માઈલ શેખ

ઉં.વ.૨૧, ધંધો.સેલ્સમૅન જોબ,

રહે . મુળ ખંડે રાવનગર ,

જીલ્લો.જલગાવ, રાજ્ય,

મહારાષ્ટ્ર, હાલ.સુરત,

લીંબાયત, મદીના મસ્જીદ

પાસે,બુદ્ધ સોસાયટી,

( ૪ ) પરવીનબી, ઉર્ફે ગીતા, વા /ઓ ફીરોજશાહ સુપડું શાહ શાહ ઉં. વ.૩૭, ધંધો.મજુરી,રહે.મુળ,ખંડેરાવનગર જીલ્લો.જલગાવ,

રાજ્ય,મહારાષ્ટ્ર, હાલ.સુરત,લીંબાયત, કોબા મસ્જીદ પાસે

પદ્માવતી સોસાયટી,

રીકવર કરેલ મુદામાલ

રોક્ડ રૂ . ૯૫૦૦૦ / -

આરોપીઓએ આપેલ કબુલાત

(૧) સને. ૨૦૧૯ની સાલમા

સાવરકુંડલા તાલુકાના દેતડ ગામના

લગ્નવાચ્છુક યુવક સાથે તથા

( ૨ ) માહે ૭/૨૦૨૨ ના સમયગાળામા

બાબરા ટાઉન હવેલીશેરીના યુવક

સાથે અને

( ૩ ) માહે ૧૦/૨૦૨૨ ના સમય

ગાળામા સાવરકુંડલા ટાઉન ના

ભુવારોડે રહેતા લગ્નવાંચ્છુક

વ્યક્તિને ટાર્ગેટ બનાવી તેમની

સાથે અલગ અલગ રકમોની

છેતરપીંડી તથા વિશ્વાસઘાત

કરેલ છે .

જે સબબ તપાસ ચાલુ છે .

આ કામગીરી સાવરકુંડલા રૂરલ પોસ્ટે, ના પોલીસ ઇન્સપેકટર જે.એન.પરમાર તથા પો.સબ.ઇન્સ વાય.પી.ગોહિલની રાહબરી હેઠળ સાવરકુંડલા રૂરલ પોસ્ટે એ પાર્ટ ગુરન૧૧૫૯૩૦૫૩૩૦૦૦-૨૦૨૩ ઇપીકો ક ૧૨૦ ( બી ) , ૩૪ , ૪૦૬,૪૧૯,૪૨૦ મુજબના ગુન્હાના કામેના આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.