સાવરકુંડલા.અપહરણ / એટ્રોસીટીના ગુનામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના અપહરણ / એટ્રોસીટીના ગુનામાં છેલ્લા ૫ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.

પકડાયેલ આરોપીની વિગતઃ

વિપુલ મધુભાઇ સોલંકી , ઉ.વ .૩૨ , રહે . ભુવા , તા.સાવરકુંડલા , જિ.અમરેલી.

પોકસો એક્ટ ક્લમ ૧૮ એટ્રોસીટી એકટ કલમ ૩ ( ૨ ) ૫ મુજબના ગુનાનો આરોપી છેલ્લા ૫ વર્ષથી પોતાની કાયદેસરની ઘરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય , તેમજ મજકુર આરોપીનું સાવરકુંડલા કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ હોય , ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે

લાઠી તાલુકાના ઠાંસા ગામની સીમ વિસ્તારમાંથી મજકુર લીસ્ટેડ આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.