રાજકોટમાં ફરીથી ઉડ્યા દારૂબંધીના લીરેલીરા! પ્રાઇવેટ થિયેટરમાં ‘બર્થડે પેકેજ’ની આડમાં દારૂપાર્ટી

રાજકોટમાં ફરીથી ઉડ્યા દારૂબંધીના લીરેલીરા! પ્રાઇવેટ થિયેટરમાં ?બર્થડે પેકેજ?ની આડમાં દારૂપાર્ટી

.

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી (Prohibition in Gujarat) ના કાયદાના અમલની વાતો વચ્ચે રાજકોટ શહેરમાંથી ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં હવે ?પ્રાઇવેટ થિયેટર? (Private Theatre) ના નામે ચાલતા બર્થડે સેલિબ્રેશનના વ્યવસાયની આડમાં દારૂની મહેફિલો જામતી હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સોશિયલ મીડિયા (Social Media) પર દારૂની બોટલો સાથે ઉજવણી કરતો એક વીડિયો વાયરલ થતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

 

150 ફૂટ રીંગરોડની ઈવેન્ટ ફ્લેક્સનો હોવાનો દાવો, ખુલ્લેઆમ પ્રમોશન

વાયરલ થયેલા વીડિયો અંગે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દ્રશ્યો રાજકોટના પોશ ગણાતા 150 ફૂટ રીંગરોડ (150 Feet Ring Road) પર આવેલી ?ઈવેન્ટ ફ્લેક્સ? (Event Flex) નામની જગ્યાના છે. અહીં ?બર્થડે પેકેજ? (Birthday Package) ની આડમાં યુવાનોને દારૂની મહેફિલ માણવાની સુવિધા પૂરી પાડવામાં આવતી હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું છે.

 

આશ્ચર્યની વાત એ છે કે કાયદાનો કોઈ જ ડર રાખ્યા વિના સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ આ પ્રકારની ?દારૂપાર્ટી? (Liquor Party) નું પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. દારૂની બોટલો સાથે કેક કાપીને સેલિબ્રેશન કરતા યુવાનોના વીડિયો સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ફર્સ્ટ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

 

રાજકોટની ઇવેન્ટ ફ્લિક્સમાં દારૂ પાર્ટી મામલે ખુલાસો

રાજકોટના 150 ફૂટ રીંગરોડ પર આવેલા ?ઈવેન્ટ ફ્લિક્સ? (Event Flix) પ્રાઇવેટ થિયેટરમાં બર્થડે પેકેજની આડમાં દારૂની પાર્ટી (Liquor Party) યોજાયાનો વીડિયો વાયરલ થયા બાદ હવે કંપની દ્વારા સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી છે. સમગ્ર વિવાદ અંગે કંપનીના સોશિયલ મીડિયા (Social Media) પેજ પર સ્પષ્ટતા કરતા જણાવાયું છે કે, મેનેજમેન્ટ દ્વારા આ પ્રકારની કોઈ પણ પાર્ટીને મંજૂરી આપવામાં આવી ન હતી. આ સમગ્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ મેનેજમેન્ટની જાણ અને મંજૂરી વગર જ કરવામાં આવી હતી. આ ગંભીર બેદરકારી બદલ કંપનીએ કડક પગલાં ભરતા આ પ્રવૃત્તિમાં સામેલ સંબંધિત વ્યક્તિઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી છૂટા કરી દીધા છે.

 

 

રાજકોટમાં ઠેર-ઠેર ખુલી ગયેલા ખાનગી થિયેટરો અને સેલિબ્રેશન ઝોન સામે અગાઉ પણ અનેક ફરિયાદો ઉઠી ચૂકી છે. ત્યારે આ ઘટના બાદ સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે શું રાજકોટમાં પ્રાઇવેટ થિયેટરના નામે ગેરકાયદેસર બાર (Illegal Bar) ધમધમી રહ્યા છે?

 

ખાનગી થિયેટરના સંચાલકોને શું પોલીસ કે વહીવટી તંત્રનો કોઈ જ ડર રહ્યો નથી? યુવાધનને નશાના રવાડે ચડાવતી આવી પ્રવૃત્તિઓ સામે હવે રાજકોટ પોલીસ (Rajkot Police) અને સ્થાનિક તંત્ર કોઈની શેહશરમ રાખ્યા વિના તટસ્થ તપાસ કરીને કડક દાખલારૂપ કાર્યવાહી કરશે કે કેમ, તેના પર સમગ્ર શહેરની નજર ટકેલી છે.