કેન્દ્ર સરકારના રાજયકક્ષાના નાણાંમંત્રી ડૉ. ભાગવત કરાડ બે દિવસીય પાટણ જીલ્લાની મુલાકાતે

કેન્દ્ર સરકારના રાજયકક્ષાના નાણાંમંત્રી ડૉ. ભાગવત કરાડ બે દિવસીય પાટણ જીલ્લાની મુલાકાતે*

*બે દિવસના પ્રવાસ દરમ્યાન મંત્રીશ્રી ડૉ. ભાગવત કરાડ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે કરશે સીધો સંવાદ*

કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના નાણામંત્રીશ્રી ડૉ. ભાગવત કરાડ બે દિવસની પાટણ જિલ્લાની મુલાકાતે છે. ત્યારે તેઓ સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી જિલ્લામાં પ્રજાલક્ષી કામગીરી મામલે સમીક્ષા કરશે.

પાટણની મુલાકાતે આવતા રાજકક્ષાના નાણામંત્રી શ્રી ડૉ. ભાગવત કરાડ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની ચાલતી વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં સીધો સવાંદ કરશે. જ્યાં સરકારની યોજનાઓ તેમના સુધી પહોંચતા તેમના જીવનમાં કયા પ્રકારનો બદલાવ આવ્યો છે, તે માટે તેઓ સીધો સવાંદ લાભાર્થી સાથે કરશે. જે બાદ મંત્રીશ્રી પાટણ જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે મેરેથોન બેઠક કરશે. જેમાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો પાટણ જિલ્લાના કેટલા લાભાર્થીઓને લાભ મળ્યો છે. તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓ જનજન સુધી પહોંચે તે માટે તંત્રની કેવી તૈયારીઓ છે. તે માટેની સમીક્ષા બેઠક પાટણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે. સરકારી કાર્યક્રમ બાદ કેન્દ્રીય મંત્રી ડૉ. ભાગવત કરાડ ખોડીયાર માતાના દર્શન કરવા વરાણા ખાતે જશે.

જે બાદ બીજા દિવસની પોતાની યાત્રા દરમિયાન તેઓ પાટણના હેરિટેજ સ્થળોની મુલાકાત લેશે. જેમાં પાટણના પટોળા તેમજ વૈશ્વિક ઓળખ રાણ કી વાવની મુલાકાત લેશે. જે બાદ મંત્રીશ્રી એપીએમસીના હોલમાં ખેડૂતો સાથે સવાંદ કરશે. જેમાં સહકારી આગેવાનો તેમજ ખેડૂતો સાથે મળી સરકારની ખેડૂતલક્ષી યોજનાઓનો કેટલો લાભ લઇ રહ્યા છે તે અંગેની જાણકારી મેળવશે. પોતાના બે દિવસથી પ્રવાસ દરમિયાન લાભાર્થીઓ સાથે સીધો સંવાદ તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષાને લઈને તેઓ જિલ્લાના પત્રકારોને પ્રેસ કોન્ફરન્સ કરી સંબોધશે.