થરાદ માં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી એ ઉતરાયણ પર્વ ઉજવણી કરી


રાજ્યમાં લોકો ઉત્સાહભેર મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે વિધાનસભાના અધ્યક્ષશ્રી અને થરાદ મત વિસ્તારના ધારાસભ્યશ્રી શંકરભાઈ ચૌધરીએ પોતાના મતવિસ્તારના નાગરિકો સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી. મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ ગુજરાતના તમામ નાગરિકોને ઉત્સાહભેર સલામતી સાથે મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયાને બાદ પ્રથમ ઉત્તરાયણ પર્વ આવ્યો છે. મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીએ મકરસંક્રાંતિ નો પર્વ પોતાના મતદારો સાથે ઉજવ્યો હતો. થરાદ શહેરના નાગરિકો વચ્ચે જઈ તેમણે આકાશમાં પતંગ ચગાવી હતી અને સ્થાનિક લોકો સાથે ઉત્સાહભેર ઉજવણી કરી હતી. મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે મકરસંક્રાંતિનો પર્વએ ગુજરાતની આગવી ઓળખ છે. આજે ગુજરાતનું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાયેલું છે. લોકો ઉત્સાહભેર મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી રહ્યા છે. વિધાનસભાના અધ્યક્ષ તરીકે રાજ્યની તમામ નાગરિકોને હું મકરસંક્રાંતિ પર્વની શુભેચ્છા પાઠવું છું. મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે લોકો અબોલ જીવોને દાન પુણ્ય કરે અને સાવચેતી અને સલામતી દ્વારા ઉત્સાહભેર પતંગ ચગાવી મકરસંક્રાંતિની ઉજવણી કરે.