થરાદ તાલુકાના પીરગઢ નજીક નર્મદા કેનાલ માં ગાબડું પડતાં ખેતર માં ઊભેલા પાક ને નુકસાન થવાની ભીતિ 


બનાસકાંઠા જિલ્લાના થરાદના પીરગઢ ગામ નજીક નર્મદા કેનાલમા ગાબડું પડ્યું હોવાની ઘટના સામે આવી છે. નર્મદાની ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં ઠાકોર તેજાભાઇ ના ખેતર માં �સાતથી આઠ ફૂટનું ગાબડું પડતા નજીક આવેલા ખેતરમાં વાવેતર કરેલા પાકમાં પાણી ફરી વળ્યાં હતા. ખેડૂતોએ વાવેતર કરેલા જીરું, રાયડો અને એરંડાના પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ હતી. ખેતરોમાં પાણી ફરી વળતાં આજુ બાજુ ના ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલોમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજે થરાદ થરાદ તાલુકા ના પીરગઢ ગામ નજીક નર્મદા ડ્રિસ્ટીબ્યુટર કેનાલમાં સાતથી આઠ ફૂટનું ગાબડું પડતા કેનાલ નજીક ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. જોકે ખેડૂતો ના ખેતરમાં જીરું, રાયડો એરંડા જેવા પાકોમાં પાણી ફરી ફરી વળતાં ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે કેનાલમાં પડેલા ગાબડા સત્વરે પુરવામાં આવે એવી માંગ ઉઠી હતી�