અમરેલી જિલ્લા/તાલુકા ના મોટા માંડવડા માં માછલી આપવાની લાલચ આપી આઠ વર્ષ ની બાળકી ઉપર દુષ્કર્મ ગુજારતો મોટા માંડવડાનોજ અરવિંદ મુળજીભાઈ શિરોયા નામનો શખ્સ.

અમરેલી તાલુકાના મોટા માંડવડામાં રહેતી એક આઠ વર્ષની બાળકીને અહીં રહેતો એક શખ્સ

આ આઠ વર્ષીય બાળકી ને માછલી આપવાની લાલચ આપી પોતાના ઘરે લઇ જઇ

તેના પર દુષ્કર્મ ગુજાર્યા બારાની બાળકીના પિતાએ અમરેલી તાલુકા પેાલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે .

બાળકી પર દુષ્કર્મ ગુજાર્યાની આ ઘટના અમરેલી તાલુકાના મોટા માંડવડામાં બની હતી.

અહીં રહેતી આઠ વર્ષીય બાળકીને મોટા માંડવડા ગામમાં જ રહેતો અરવિંદ મુળજી શિરોયા નામનો શખ્સ

તારીખ ૨૦ / ૧૧ના રોજ બપોરના પોણા ચારેક વાગ્યા આસપાસ માછલી આપવાની લાલચ આપી ફોસલાવી તેના ઘરે લઇ ગયો હતો .

આ નરાધમેં બાળકી સાથે જાતીય અડપલાં કર્યાં હતા,અને દુષ્કર્મ ગુજાર્યું હતું .

આ બનાવ બન્યા બાદ બનાવની સઘળી હકીકત બાળકીએ તેમના પરિવારને જણાવતા

બાળકીના પિતાએ આ શખ્સ સામે અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે .

બનાવની વધુ તપાસ ઇન્ચાર્જ પીઆઇ પી.બી.લક્કડ ચલાવી રહ્યાં છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.