ખાંભા તાલુકા કોર્ટે ત્રણ આરોપીઓ ને ત્રણ માસની જેલ સજા અને ત્રણેય આરોપીઓ ને રૂપિયા એક એક હજાર નો દંડ ફટકાર્યો.

ખાંભા તાલુકામા વર્ષ ૨૦૦૯, ના કેસમા ખાંભા કોર્ટ દ્વારા ૩ ત્રણ આરોપીઓને ત્રણ માસ ની સજા અને દંડ ફટકારવામા આવ્યો હતો .

જેને પગલે પિડીતોને ન્યાય મળતા અન્ય ગુનાહિત પ્રવૃતિ કરતા તત્વોમા ફફડાટ ફેલાયો છે.

વર્ષ ૨૦૦૯ મા જીકીયાળી ગામના મેરામભાઇ નાજભાઇને મજુરીના પૈસા ન આપી માર મારતા

તેણે જયસુખ મોહન નસીત , ભરત મોહન નસીત , મોહન કેશુ સામે ફરિયાદ નોંધાવી હતી .

જેનો કેસ કોર્ટમા ચાલી જતા કોર્ટે ત્રણેય આરોપીને ત્રણ માસની સજા અને દરેકને રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો હતો .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.