ખુનની કોશિશ તથા મારાં-મારી ના ગુન્હા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી સાવર કુંડલા શહેર પોલીસ ટિમ

અમરેલી જીલ્લાના નાગેશ્રી પોલીસ સ્ટેશનના ખુન કરવાની કોશિશ તથા મારા - મારીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને સાવરકુંડલા ટાઉન વિસ્તારમાંથી પકડી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ. તા .૨૧ / ૧૧ / ૨૦૨૨ ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય,

તેમજ અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા સાવરકુંડલા વિભાગ નાઓએ નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ સોની ની સુચના અને માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. એચ પી ગોહિલ hc પીયુષકુમાર નવલાલ તથા PC જીતુભાઇ ગોબરભાઇ તથા PC ચિંતનકુમાર કનૈયાલાલ દ્રારા અમરેલી જીલ્લાના નાગેશ્રી પોલીસ સ્ટેશનના ગુ ૨.ન. - ૧૧૧૯૩૦૪૦૨૨૦૩૬૮ / ૨૦૨૨ ઇ.પી.કો. કલમ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હાના કામે પકડવાના બાકી તેમજ પોતાની કાયદેસરની ધરપક્ડ ટાળવા છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપી ને સાવરકુંડલા ના ભૂંદરા પરા વિસ્તારમાંથી ચોક્કસ બાતમીના આધારે પકડી પાડી આગળની કાર્યવાહી માટે નાગેશ્રી પોલીસ સ્ટેશન નેસોંપીઆપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

૩૦૭૩૨૬,૩૨૫૩૨૪,૩૨૩ ૫૦૪૫૦૬ ( ૨ ) , ૧૪૭,૧૪૮,૧૪૯ , કલમ ૧૩૫ મુજબ ગુન્હાના કામે પકડવાના ફરતા આરોપીને સાવરકુંડલા ટાઉનમાં ભૂંદરાપરા વિસ્તારમાંથી ચોકકસ બાતમી આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી માટે નાગેશ્રી પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી કરેલ છે . પકડાયેલ આરોપીની વિગત ( ૧ ) અજયભાઇ વિઠ્ઠલભાઇ ઉનાવા ઉ.વ .૨૫, ધંધો. મજુરી, રહે. સાવરકુંડલા , ભુવારોડ, ભૂંદરાપરા, જી. અમરેલી, આ કામગીરી સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.સોની સાહેબ તથા સર્વેલન્સ ટીમના એ.એસ આઇ એચ.પી.ગોહિલ તથા PC પીયુષભાઇ નટવરલાલ તથા PC જીતુભાઇ ગોબરભાઇ તથા PC ચિંતનકુમાર કનૈયાલાલ દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.