વંડા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છ માસથી નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી , ગુજરાત રાજય , ગાંધીનગર નાઓ દ્વારા તા .૦૭ / ૧૧ / ૨૦૨૨ થી તા .૨૧ / ૧૧ / ૨૦૨૨ સુધી નાસતા ફરતા આરોપીઓને પક્ડી પાડવા ખાસ ડ્રાઇવનું આયોજન કરેલ હોય , ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય ,

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામા ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય ,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ . એમ . પટેલ સાહેબ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ

વંડા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૦૬૧૨૨૦૧૦૫ / ૨૦૨૨ , ઇ.પી.કો. કલમ ૩૬૩ , ૩૬૬ , તથા પોકસો એકટ ક્લમ ૧૮ મુજબના કામે છ મહિના પહેલા સાવરકુંડલા તાલુકાના વાંસીયાળી ગામેથી ૧૭ વર્ષની સગીરાનું અપહરણ કરી , નાસી જનાર આરોપીને ભોગ બનનાર સગીરા સાથે આજરોજ તા .૦૯ / ૧૧ / ૨૦૨૨ ના રોજ સાવરકુંડલા તાલુકાના ફીફાદ ગામેથી પકડી પાડી , પકડાયેલ આરોપી તથા ભોગ બનનારને આગળની કાર્યવાહી થવા સારૂ વંડા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

પકડાયેલ આરોપીની વિગતઃ

અક્ષય અશ્વિનભાઈ જાદવ , ઉ.વ .૨૨ , રહે.સાવરકુંડલા , કેવડાપરા તા.સાવરકુંડલા , જિ.અમરેલી હાલ રહે.સુરત , કાપોદ્રા , બુધ્ધ ભવાની સોસાયટી , જિ.સુરત ,

પકડાયેલ આરોપી ફરીયાદીની સગીર વયની દિકરીને સાવરકુંડલા તાલુકાના વાંસીયાળી ગામેથી લલચાવી ફોસલાવી ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરીને લઇ ગયેલ હતો .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.