અમરેલી જીલ્લાના લાઠી ગામની એક યુવતીનું નામ તથા ફોટાનો દુર ઉપયોગ કરીને ઇન્સ્ટાગ્રામમાં ફેક અકાઉન્ટ બનાવનાર આરોપી અનિલભાઈ મકાભાઈ સરલીયા રહે.સભાડીયા તા.લાઠી જી.અમરેલી. વાળા ને પકડી પાડતી અમર

પકડાયેલ આરોપી..

અનિલભાઈ મકાભાઈ સરલીયા રહે.સભાડીયા તા.લાઠી જી.અમરેલી ,

શ્રી ગૌતમ પરમાર સાહેબ , પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ , દ્વારા અમરેલી જીલ્લામાં સાયબર ક્રાઇમ સબંધીત ગુન્હાઓના આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય ,

જેથી પરીણામલક્ષી કામગીરી કરી , આવી ગુન્હાહીત પ્રવૃતિ કરતા ઇસમોને ઝડપી પાડવા

શ્રી જે.પી.ભંડારી સાહેબ , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ , અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ

શ્રી સી.એસ.કુંગસીયા પોલીસ ઇન્સપેક્ટર સાયબર ક્રાઇમ પો.સ્ટે . અમરેલીની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલ .

જે અંતર્ગત સાયબર ક્રાઇમ પો.સ્ટે . અમરેલી પાર્ટ - બી ગુ.ર.નં. - ૧૧૧૯૩૦૬૩૨૨૦૦૦૬ / ૨૦૨૨ આઇ.ટી. એક્ટ ક . ૬૬ ( સી ) . મુજબનો ગુન્હો

તા .૦૫ / ૧૦ / ૨૦૨૨ ના ક .૦૯ / ૦૦ વાગ્યાથી તા .૦૯ / ૧૧ / ૨૦૨૨ ના ૬.૧૯૪૫ વાગ્યે બનવા પામેલ

તથા સદરહુ ગુન્હો તા .૦૯ / ૧૧ / ૨૦૨૨ ના ૬.૧૯૮૪૫ વાગ્યે જાહેર થયેલ .

સદરહુ ગુન્હાના કામના ફરીયાદીએ જાહેર કર્યા મુજબ આ કામે આરોપીએ ફરિયાદીના નામ અને ફોટાનો દુરઉપયોગ કરી ફેક ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી તેણી ને બદનામ કરવાના ઈરાદે ગુન્હો કરેલ .

આમ , પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબની સુચનાથી ,

શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ , અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ

ઈન્સ્ટાગ્રામમાં ફેક એકાઉન્ટ બનાવનાર ને પકડી પાડવામાં શ્રી સી.એસ.કુંગસીયા પોલીસ ઇન્સપેક્ટર , સાયબર ક્રાઇમ પો.સ્ટે . તથા શ્રી જે.એમ કડછા વા.પો.સબ.ઇન્સ , સાયબર ક્રાઇમ પો.સ્ટે . તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમને સફળતા મળેલ છે .

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.