અમરેલી જિલ્લાના ચાર પ્રોહી બુટલેગર ઇસમોને પાસા હેઠળ અટકાયતી કરતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રીગૌતમ પરમાર સાહેબ દ્વારા રેન્જના જિલ્લાઓમાં આગામી વિધાનસભા સામાન્ય ચુંટણી ૨૦૨૨ અનુસંધાને જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર દારૂની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય ,

અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ આગામી વિભાનસભા સામાન્ય ચુંટણી ૨૦૨૨ અનુસંધાને અમરેલી જિલ્લામાં દારૂનું ગેરકાયદેસર વેચાણ , હેર - ફેર , ઉત્પાદન અને સંગ્રહની ગેરકાયદે પ્રવૃતિ કરતાં દારૂના ધંધાર્થી ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય , તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને , અને વિધાનસભા સામાન્ય ચુંટણી ૨૦૨૨ દરમ્યાન તટસ્થ અને નિર્ભયપણે મતદાન થઇ શકે તે માટે પાસા - તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હોય.

, જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા અમરેલી જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારના અસામાજિક પ્રવૃત્તિઓ કરતા પ્રોહી બુટલેગર ઇસમો વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી , પાસા દરખાસ્તો તૈયાર કરી , પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી , અમરેલીનાઓ તરફ મોકલી આપેલ .

પ્રોહી બુટલેગર ઇસમોની સમાજ - વિરોધી પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં , અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ગૌરાંગ મકવાણા સાહેબ નાઓએ ચાર ઇસમોના પાસા વોરંટ ઇસ્યુ કરતાં ,

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના મુજબ અમરેલી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા નીચે જણાવેલ નામ વાળા ચારેય ઇસમોને પાસા વોરંટની બજવણી કરી , તેઓના નામ સામે જણાવેલ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે .

પ્રોહી બુટલેગરનું નામ અને તેને મોકલેલ તે જેલની વિગતઃ ( ૧ ) જીતુભાઇ લખુભાઇ ખાખડીયા , ઉ.વ .૪૫ , રહે.અમરેલી , રોકડીયાપરા , લક્ષ્મીનારાયણ નગર , તા.જિ.અમરેલી . (૨) શબ્બીરભાઇ ઉર્ફે શબુભાઇ આમનભાઇ નાયા , ઉ.વ .૩૭ , રહે.દલખાણીયા , તા.ધારી , જિ.અમરેલી .(૩) દીલીપભાઇ ઉર્ફે દીપુભાઇ ઓઢાભાઇ સાભાડ , ઉ.વ .૨૬ , રહે.ભરડ , તા.ધારી , જિ.અમરેલી ,(૪) તોસીફ ઇનાયતભાઇ સંધી , ઉં.વ .૨૬ , રહે.જુની બજાર , વલીનગરી આવાસની બાજુમા , કરજણ , તા.કરજણ , જિ.વડોદરા .

લાજપોર મધ્યસ્થ જેલ સુરત /પાલનપુર જિલ્લા જેલ , -જિ.બનાસકાંઠા /મધ્યસ્થ જેલ , અમદાવાદ /સ્પેશ્યલ જેલ , પોરબંદર વિગેરે જુદી જુદી જેલોમાં રહેવા મોકલી આપેલ છે.


આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.