સુરતી લાલાઓનું મક્કમ મનોબળ:કોરોનાના પહેલા વેવમાં પિતા ગુમાવ્યા, બીજા વેવમાં પરિવારનાં 9 સંક્રમિત, એકબીજાની હિંમત-હૂંફથી તમામ સ્વસ્થ થયા

  • એકલા જમી નહીં શકતા હોવાથી સોશિયલ ડિસ્ટન્સ રાખી સાથે જમવાનું શરૂ કર્યું.
  • સુરતમાં મોટા વરાછાની સ્નેહમુદ્રા સોસાયટીમાં રહેતા ગૌરવ ગેલાણીના પિતાને કોરોના થતા પિતાનું અવસાન થયું હતું. હવે બીજા વેવમાં પણ પરિવારની અઢી વર્ષથી દિકરીથી લઈને 53 વર્ષના સભ્ય મળીને કુલ 9ને કોરોનાનો ચેપ લાગ્યો હતો. નાસીપાસ થયા વિના પરિવારે એક બીજાને હુંફ આપી મોટીવેટ કર્યા અને 20 દિવસમાં જ તમામ કોરોનામુક્ત થઇ ગયા છે.
  1. કોરોનાથી બચવા માટે હવે લોકોને મોટીવેટ કરું છું
    કોરોનાનાે પહેલા વેવમાં પિતાને ગુમાવ્યા. હવે બીજા વેવમાં મારા નાના ભાઈને કોરોના થતાં હું તેની સારવારમાં દોડધામ કરતા હું પણ પોઝિટિવ થયો હતો. ત્યાર બાદ ભાઈની અઢી વર્ષની દિકરીથી માંડીને ઘરના 53 વર્ષના સભ્યને કોરોના થયો હતો. બધાં જ અલગ રૂમમાં હોમ કોરોન્ટાઈન થયા હતાં. સ્વાદ આવતો ન હોવાથી ખાવાનું ભાવતું ન હતું.
  2. હવે મિથિલિન બ્લૂની બોટલો વિના મૂલ્યે વહેંચે છે
    પરિવારના સભ્યો જમે નહીં તો સારા કેવી રીતે થશે? આ ચિંતાથી મેં એક નિયમ બનાવ્યો કે, પરિવારના દરેક સભ્યએ ઘરમાં જ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી સાથે જ જમવા બેસવાનું. જેથી સભ્યો એક બીજા સાથે વાત કરી શકે. તમામ સભ્યોને મોટીવેશન આપી સાથે ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેતા હતા. આજે પરિવાર કોરોનામુક્ત છે. હવે હું મિથિલીન બ્લુની બોટલો વિના મૂલ્યે વહેંચી લોકોને કોરોનાથી બચવા મોટિવેટ કરી રહ્યો છું. - ગૌરવ ગેલાણી